Reformed Books

થેસ્સાલોનિકાના લોકો કરતાં તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્‍ત્રનું શોધન કરતા હતા (પ્રે.કૃ. ૧૭:૧૧)

અમારી વેબસાઇટ પર તમારો આવકાર!

આ વેબસાઈટ Netherlands Reformed Congregations ની વિભિન્ન સમિતિઓ ની પહેલ છે. આ વેબસાઈટ પરના પુસ્તકો તેમજ પત્રિકાઓ ઈશ્વરના અફર વચનો – બાઇબલ પર આધારિત છે.

આ વેબસાઇટ પર ૮ ભાષાઓમાં પુસ્તકો પ્રાપ્ય છે અહીં તમને યાત્રાકારી જેવી અજોડ કૃતિઓ તથા તમારા વ્યક્તિગત શાંત-મનન માટે; તેમજ બહેનો, ભાઈઓ અને જુવાનોની સંગત માટે બાઇબલના સંદર્ભો તથા બાઈબલ-વિવેચનકોષ મળશે. અહીં ઇશ્વરવિદ્યા, જેમકે વિશ્વાસ બચાવ-શાસ્ત્ર (એપોલોજેટીક્સ), નીતિશાસ્ત્ર તેમજ સૈદ્ધાંતિક વિષયો ને લગતાં પુસ્તકો છે. સાથે મંડળી, મંડળીના ઇતિહાસ સંબંધી પુસ્તકો પણ છે. તમારા પોતાના આત્મિક જીવન માટે સંદેશાઓ, પ્રાર્થના કે પવિત્ર આત્મા અને ખ્રિસ્તી કૌટુંબિક જીવન કેવી રીતે જીવવું તે સંબંધી પુસ્તકો મળશે. અને હા.. બાળકો માટે જુના તથા નવા કરારની બાઇબલ વાર્તાઓ વિશે ખૂબ સુંદર પુસ્તિકાઓ છે.

અરેબિક ભાષામાં પણ પુસ્તકો પ્રાપ્ય બની શકે એ માટે અમે ઘણી મહેનત કરી રહ્યા છીએ. આ બધા જ પુસ્તકો તમે e-books ના સ્વરૂપમાં વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશો. આ e-book વાંચવા માટે તમે Adobe Digital Edition જેવા કોમ્પ્યુટર પ્રોગ્રામ નો ઉપયોગ કરી શકશો. આ પ્રોગ્રામ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

પ્રભુ તમને આશિષ આપો!

Translation of books in process

Search e-book

Finding an e-book in the various languages is very easy on this website.

Download e-book

Download the e-book in the desired language and start reading immediately.

Read

The e-books are available in many different languages.